પ્રમુખશ્રી નું નિવેદન...

🌹🌹🙏 જય માતાજી  🙏🌹🌹

“સુરત મૈસુરીયા ભાટીયા નાયી સમાજ” એ દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.સમાજ દ્વારા થતી વિવિધ સામાજિક તેમજ સેવાકીય પ્રવૃતિઓની માહિતી હાલની સૌથી શક્તિશાળી માધ્યમ વેબસાઈટ પર પ્રકાશિત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છુ. સમાજ દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો તથા કાર્યોની રૂપરેખા આધુનિક ટેક્નોલોજી દ્વ્રારા ખૂબ જ ઝડપી માહિતી સમાજબંધુઑ ઘરે બેઠા મેળવી શકશે.

સમાજની દરેક પ્રવૃતિને સફળ બનાવવા મારા સાથી હોદ્દેદારો, કારોબારી સભ્યશ્રીઓ, તેમજ સમાજબંધુઓ તરફ થી ખુબજ પ્રશંસનીય સહકાર મળે છે. વધુમાં આ માટે વિવિધ પ્રકાર ના દાન દ્વારા દાતાઓએ પણ સમાજને મજબૂત કરવા આપેલ સહકાર અમૂલ્ય છે. જે દાતાશ્રીઓના દાન થકી આપણો સમાજ વિકસિત થઈ રહયો છે. સામાજિક પ્રવૃતિઓ માટે દાતાશ્રીઓ તરફથી મળતો અવિરત ધોધ વહેડાવી સમાજને અન્ય સમાજની હરોળમાં લઈ જવા માટેના પ્રયત્નોને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કરું છુ.

વર્તમાન સમયમાં માનવ માનવ વચ્ચેનું અંતર વધી રહ્યું છે અને માનવીઓના મન પણ ટુકા થઈ રહ્યા છે, સમાજ આ તમામને એક તાંતણાથી જોડવાનું કામ કરી રહ્યું છે. દેશ-વિદેશમાં ચારે બાજુ પથરાયેલા સમાજને ધંધાકીય લાભ થાય અને યુવા પેઢીને પોતાના મનગમતા જીવનસાથી મળી રહે તે હેતુથી તથા વ્યાપાર ધંધા ક્ષેત્રે આગળ વધે અને તેની સંપૂર્ણ માહિતી વેબસાઈટ પર મળી રહે તથા સામાજિક પ્રવૃતિની માહિતી સમાજના છેવાડાના માણસો સુધી પહોંચી શકે તે હેતુથી વેબસાઇટ શરૂ કરી છે. જે સમાજમાંથી આવ્યા છે તે સમાજનું ઋણ અદા કરવા આપણે સૌ સાથે મળીને સમાજને શૈક્ષણિક રીતે ખુબ જ આગળ લઈ જઈ વિકાસના પંથે લઈ જઈએ એજ આજના સમયની માંગ છે.

વિના સહકાર નહીં ઉદ્ધાર.

🌹-:સ્નેહાધીન:-🌹

પ્રમુખશ્રી અલ્પેશભાઈ સોમાભાઈ મૈસુરીયા તથા ટ્રસ્ટી મંડળ


મિશન

મૈસુરીયા ભાટિયા સમાજની વેબસાઈટ પ્રકાશિત કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું અને પરમકૃપાળુ શ્રી જવાલામુખી માતાજીને પ્રાર્થના કરું છું કે સહુ મૈસુરીયા ભાટિયા સમાજ માટે આ વેબસાઈટ ફળદાયી અને લાભદાયી નીવડે. આવા મિશનના કાર્યમાં મને જોતરવા બદલ શ્રી જ્વાલામુખી માતાજીને હું હ્રદયપૂર્વક વંદન કરું છું અને પ્રમુખશ્રી અલ્પેશભાઈ મૈસુરીયાએ મને આ કાર્ય માટે યોગ્ય ગણી મારો પરિચય કરાવ્યો તેથી તેમનો પણ ઋણી છું.

મૈસુરીયા ભાટિયા સમાજને વેબસાઈટના માધ્યમથી એક મંચ પર જોડવા માટે સમાજને મદદરૂપ બનવા શ્રી જ્વાલામુખી માતાજીએ મને નિમિત્ત બનાવ્યો તે માટે શ્રી જ્વાલામુખી માતાજીના ચરણકમળમાં સાષ્ટાંગ દંડ્વત્ત પ્રણામ કરું છું.

" સહુ મૈસુરીયા ભાટિયા સમાજના સભ્યોને અપીલ કરુ છું કે મારી સાથે આ મિશનમાં જોડાઈને વેબસાઈટમાં આપણા સમાજના સભ્યોની નોધણી કરાવીએ જેથી આપણે આ મિશનને જલ્દીથી સફળ બનાવી શકીએ."

શ્રી રાજેન્દ્ર બી.મૈસુરીયા અમરોલી,સુરત.

માં જ્વાલા દેવી વિશ્વ શક્તિ ધામ સુરત
માતાજીની આરતી ઉતારવાનો લાભ લેવાની તક ચુકશો નહિ!
READ MORE
01 December 2025
૧૨મો સાલગીરી મહોત્સવ
ધામ ધૂમથી ઉત્સાહભેર ઉજવવામાં આવશે, તો માતાજીના ભાવિક ભક્તોએ યથા શક્તિ દાન સેવા આપવી હોય તો સાંજે ૬.૦૦ થી ૮.૦૦ દરમ્યાન મંદિરના કાર્યાલયનો સંપર્ક કરવો.
READ MORE

કુટુંબ નોંધણી માટેનું ફોર્મ

ફરજિયાત ભરવું કુટુંબ વિગતો

મોબાઈલ નંબર ફરજિયાત

જન્મ તારીખ ફરજિયાત

લગ્ન નોંધણી માટેનું ફોર્મ

ફરજિયાત ભરવું વ્યક્તિગત વિગતો

મોબાઈલ નંબર ફરજિયાત

જન્મ તારીખ ફરજિયાત

શું તમે જાણો છો ?



ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોકચક્ર આવેલું છે. સમાજે અશોકના સ્તંભમાંથી તે લીધુ છે તો સમ્રાટ અશોક કોણ હતાં ? તે આપણે જાણવા જેવું છે. ભારતમાં નંદ વંશ અને મોર્ય વંશના રાજાઓ થઈ ગયા તે જમાનામાં નાયી વંશ ઉંચો ગણાતો હતો. ભારતકૃત મુદ્રા રાક્ષસ નામના પુસ્તકમાં લખ્યુ છે કે મહાપદમાનંદની નાઈ રાણીની કુખેથી ચંદ્રગુપ્ત મોર્યનો જન્મ થયો. એટલે ચંદ્રગુપ્ત મોર્યના પિતા મહાપદમાનંદ પણ નાયીના પુત્ર હતા તેવું સર બી. એ. સ્મિથ બર્લી હિસ્ટ્રી ઓફ ઈન્ડિયાના પાના નં. ૩૪ પર છાપ્યું છે. એટલે મોર્ય વંશના રાજાઓ નાયી હતા. ચંદ્રગુપ્ત મોર્યનો પુત્ર સમ્રાટ અશોક તેને બાંધેલ અશોક સ્થંભનું ચક્ર રાષ્ટ્ર ધ્વજમાં લેવાયું તે સ્થંભ ઉપર સત્યમેવ જયતે સુત્રને રાજચિન્હ તરીકે સ્વીકાર્યુ છે. હિન્દી વિશ્વકોપ કથા સરીત સાગરમાં નોંધ્યું છે કે મહાપદમાનંદની પત્ની મુરા નાઈ હતી. તેની કુખે ચંદ્રગુપ્તનો જન્મ થયો. લાલા લજપતરાય ભાગ-૧ ના પુસ્તકમાં પાના નં. ૧૪૧ પર લખ્યું છે કે પિતાપક્ષે ચંદ્રગુપ્ત મોર્ય નંદવંશનો રાજકુમાર હતો. નંદવંશ નાયી વંશનો જ કહેવાય છે. તેમાં સમ્રાટ અશોક જેવા સમ્રાટો થયા. સમ્રાટ અશોકે બોધ્ધ ધર્મ અપનાવ્યો.

...
...

શું તમે જાણો છો ?


દેવર્ષિ નારદજી અને હનુમાનજી સંદેશવાહકની ભૂમિકામાં


યજુર્વેદમાં નાઈને વેદાધિકાર મળ્યો હોવાનો ઉલ્લેખ છે. ત્યારે આપણાં પૌરાણિક પાત્રોનો પણ વિચાર કરી લેવાની જરૂર છે. ૧૮૯૬ માં મુંબઈમાં પ્રકાશિત મરાઠિગ્રંથ 'મૂલસ્તંભ' માં ‘ન્હાવી વંશ નારદા યા' નો ઉલ્લેખ મળે છે. એનો અર્થ એ થાય કે નાઈ વંશ નારદનો છે. નારદ ઋષિ બ્રાહ્માજીના પુત્ર હતા. નાયી બ્રહ્માના પુત્ર નારદના સંતાન તરીકે બ્રાહ્મણ ગણાય. દેવર્ષિ નારદ કાંઈ સામાન્ય પુરૂષ નહોતાં એ રાજાર્ષિ અને બ્રાહ્માએ નહીં, પણ દેવર્ષિ નારદ ગણાતા હતા. દેવો પણ તેમને ઋષિ માનતા હતાં. સોળ વિદ્યાઓમાં નિપુણ નારદજી નાયીઓના મૂળપુરૂષ ગણાય છે. એવું જ હનુમાનજી અને ધર્માત્મા સુગ્રીવજી વિશે માનવામાં આવે છે. પંડિત રેવતી પ્રસાદ શર્મા રામચંદ્રજીના સંદેશવાહકની ભૂમિકા અદા કરનાર હનુમાનજીને વાંદરો સમજનારાઓ ભૂલ ભણી પણ ધ્યાન ખેંચે છે. એ વાંદરો નહીં, પણ મનુષ્ય હતા. રામાયણમાં વાનર કપિ વગેરે શબ્દોએ એમના વિશે પ્રેમ ફેલાવ્યો છે.